મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા
મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં સો ઓરડી વરીયાનગર સોસાયટીમાં રહેતો હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બાવજીભાઈ મકવાણા (27) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ ખાનગી બસના ચાલકે તેને હડફેટે લેતા માથા અને શરીરે ઈજા થયેલ હોય મોરબીની ખાનગી હોસ્પીટલે ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પીટલે અને બાદ રાજકોટ સીવીલે ખસેડાયો હતો. રાજકોટથી યાદી આવતા બી ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે. જયારે મોરબીના મહેન્દ્રનગર રોડ શિવમ હોસ્પીટલની પાછળ ત્રણેક લોકોએ ધોકાવડે માર મારતા ઈજાગ્રસ્ત થયેલા મયુર લવજીભાઈ ધોળકીયા (20) ઈન્દીરાનગર મહેન્દ્રનગર મોરબી-2ને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.
ગળે ફાંસો
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા કાર્તિક અશોકભાઈ નાયક (25) નામના યુવાને પાડાપુલની નીચે ધાવડી માતાના મંદિર પાસે સાડી વડે ગળેફાંસો ખાધો હતો. જોકે લોકો જોઈ જતા તેને બચાવીને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. બી ડીવીઝન પોલીસ મથકના દીલીપ ગેડાણી દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જયારે મોરબી વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં ઘરે થયેલ મારામારીમાં ઈજા પામેલા દલપતભાઈ ભુરાભાઈ ચૌહાણ (55)ને સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.
મારામારી
ભડીયાદ રોડ જીવરાજ સોસાયટીમાં રહેતા મહેશ પોપટભાઈ પરમાર (34)ને ઘરે થયેલ મારામારીમાં ઈજા પહોંચેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક બે લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવતા ભગવાનભાઈ ખોડાભાઈ રંધાણીયા (22) રહે. નીલકંઠ સોસાયટી પાસે સામાકાંઠે મોરબી-2ને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ફીનાઈલ પીધુ
મોરબી વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા કરીશ્માબેન કાશમસા શાહમદાર (60) નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર ઘરે ફીનાઈલ પી લીધુ હતું. જેથી સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબીના મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ સામે રહેતા રમેશભાઈ મનુભાઈ રાતડીયા (55)એ અકળ કારણોસર ઘરે ઝેરી દવા પી લેતા તેઓને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
માળીયા હાઈવે નેકસસ સિનેમાની સામે ગાયત્રી સોસાયટીમાં રહેતો કિશોર શિવાભાઈ ઉપસરીયા (36) નામનો યુવાન ત્યાં આવેલી ગૌશાળા પાસેથી સાયકલ લઈને જતો હતો ત્યારે રીક્ષાચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો. અને રાજકોટ હાઈવે ઉપર ધ્રુવનગરની પાસેથી બાઈક લઈજે જઈ રહેલા દેવાયતભાઈ ચાવડા (67) રહે. શ્રીકૃપા સોસાયટી રવાપર મોરબીના વાહનને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા દેવાયતભાઈને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.