મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ
મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
SHARE
મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ અજાણ્યા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં યુવાનની સારવાર ચાલુ હતી દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે અને હાલમાં પોલીસે મૃતક અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે
મોરબી તાલુકાના ચાંચાપર ગામેથી અજાણ્યા 35 વર્ષના યુવાનને સારવાર માટે પ્રથમ 108 મારફતે બીમારી સબબ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલતી હતી દરમિયાન આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં વોર્ડ નં. 11 માં તેને દાખલ કરીને તેની સારવાર કરવામાં આવી રહી હતી તેવામાં ચાલુ સારવાર દરમિયાન તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.