મોરબી મહાનગરપાલિકા દ્રારા ઘર વિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજાયા
મોરબીમાં યુવાને કોઈ કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE







મોરબીમાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કેતન બાબુભાઈ પરમાર (30) નામના યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોમજીભાઈ ચૌહાણ કરી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશા તપાસ ચાલી રહી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી ખાતે રહેતા શૈલેષભાઈ ભાસ્કરભાઈ ગાયકવાડ (37) નામના યુવાનને બાઈક ચાલકે ટક્કર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
આધેડ સારવારમાં
ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે રામજી મંદિર વાળી શેરીમાં રહેતા નૌતમભાઈ પરસોતમભાઈ વડાવિયા (50) નામના આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે સારવાર માટે તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
