મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક બ્રિજ ઉપરથી નીચે પડતું મૂકનાર મહિલાનું મોત


SHARE







ટંકારા નજીક બ્રિજ ઉપરથી નીચે પડતું મૂકનાર મહિલાનું મોત

ટંકારા નજીક આવેલ બ્રિજ ઉપરથી મહિલાએ નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (50) નામના આધેડ મહિલાએ ટંકારા પાસે આવેલ બ્રિજ ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતનો બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીને ઇજા

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતી પૂજાબા ઘનશ્યામસિંહ ચુડાસમા (7) નામની બાળકી બાઈકમાં બેસીને જઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઢુવા પાસે પેટ્રોલ પંપ નજીક બાઈક સ્લીપ થયું હતું જેથી તે બાળકીને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News