મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

૫૦ વર્ષ પહેલા સુરતના ડુમ્મસની સીપીએડ કોલેજમાં સાથે ભણતા વિદ્યાર્થીઓનું મોરબી ખાતે સ્નેહમિલન યોજાયું


SHARE













૫૦ વર્ષ પહેલા સુરતના ડુમ્મસની સીપીએડ કોલેજમાં સાથે ભણતા વિદ્યાર્થીઓનું મોરબી ખાતે સ્નેહમિલન યોજાયું

મોરબીના રવાપર રોડ પાસે આવેલા ધનવંતરી હોલ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજથી ૫૦ વર્ષ પહેલા એટલે કે ૧૯૭૪-૭૫ ના વર્ષમાં સુરતના ડુમ્મસની સીપીએડ કોલેજમાં સાથે ભણતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું અને સાથે મળીને સૌએ ભૂતકાળને વાગોળીને હાલમાં સૌ વેલસેટ હોય એકમેકની સાથે પોતાના જીવનના અનુભવો શેર કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે સુરતના ડુમ્મસ મુકામે આવેલી સીપીએડ કોલેજમાં વર્ષ ૧૯૭૪-૭૫ ના વર્ષમાં સાથે ભણતા વિદ્યાર્થીઓ કે જે ભણ્યા બાદ અલગ અલગ જગ્યાઓએ હતા.તેઓને એકત્ર કરવાનું કામ મોરબીની આયુષ હોસ્પિટલના ડો.ચેતનભાઇ અઘારાના પિતા એવા નિવૃત્ત અધિકારી સવજીભાઈ અઘારાએ બીડું ઝડપથી હતું અને જેટલા મિત્રો સંપર્ક હતા તેઓની સાથે મળીને બીજા સહપાઠીઓના સંપર્કો શોધીને તેઓને ભેગા કરવાનું કામ તેઓએ કર્યું હતું.

જે અન્વયે વર્ષ ૧૯૭૪-૭૫ માં સુરતની ડુમ્મસ ખાતે આવેલી સીપીએડ કોલેજમાં સાથે અભ્યાસ કરતા શિક્ષકોનું મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ધનવંત્રી હોલ ખાતે સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું.જેમાં ૩૦ જેટલા શિક્ષક ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી અને જેમાં જિલ્લા વાઇસ જે જે લોકોએ જહેમત ઉઠાવી હતી.તેમાં મોરબીના સવજીભાઈ અઘારા, બાલુભાઈ કડીવાર, થોભણભાઈ અઘારા અને ઓધવજીભાઈ સુવારીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.જ્યારે જામનગર જિલ્લાના મનસુખભાઈ ઘેટીયા, કેશોદના મગનભાઈ ફળદુ, ગોંડલના ભીમજીભાઇ વેકરીયા અને ધોરાજીના રમણીકભાઈ ભાલોડીયા તથા રમણીકભાઈ રોકડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

તેઓની સાથે જે તે સમયે ૫૦ વર્ષ પહેલા સાથે અભ્યાસ કરતા તાલીમાર્થીઓના નંબર મેળવવામાં આવ્યા હતા અને સૌને જાણ કરીને તા.૮-૬ ને રવિવારના રોજ મોરબીના ધનવંત્રી ભવન ખાતે તે તમામ સાથે ભણતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલેજ યોજાયું હતું.તેઓ ૫૦ વર્ષ બાદ મળી રહ્યા હોય તમામે પોતાના તે સમયના દિવસોને વાગોળ્યા હતા અને સાથેસાથે પોતાના જીવનના અનુભવો એકમેકની સાથે શેર કર્યા હતા અને નિવૃત જીવનમાં પણ કઈ રીતે પ્રવુત રહીને સમાજ અને પરિવારને ઉપયોગી બની શકાય તે માટે એકમેકની સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.આગામી સમયમાં પણ આ સંગઠન ટકી રહે અને વર્ષો વર્ષ તેઓ મળતા રહે તેવા નિર્ધાર સાથે સૌએ સમૂહ ભોજનનો આનંદ માણ્યા બાદ સૌ લાગણીસભર હદયે છુટા પડ્યા હતા.




Latest News