મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE













વાંકાનેરના તીથવા ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

વાંકાનેરના તીથવા ગામે રહેતો યુવાન પોતાના ઘરે સીડી ઉપરથી અકસ્માતે પડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના તીથવા ગામે રહેતા પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા (45) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો દરમિયાન સીડી ઉપરથી અકસ્માતે પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતે પડી જતાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કોસા કઝરીયા ઇન્ફીનિટી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અરવિંદકુમાર ભૂઈયા (24) નામનો યુવાન કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં પહેલા માળેથી નીચે પટકાતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જકાતનાકા પાસે રહેતો ફારુક ઇસ્માઈલભાઈ જેડા (26) નામનો યુવાન સ્મશાન પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News