મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને માથક ગામે દારૂની કુલ ચાર રેડ: 731 બોટલ દારૂ અને બિયરના 76 ટીન કબ્જે: આરોપીઓની શોધખોળ


SHARE

















મોરબી શહેર-તાલુકા અને માથક ગામે દારૂની કુલ ચાર રેડ: 731 બોટલ દારૂ અને બિયરના 76 ટીન કબ્જે: આરોપીઓની શોધખોળ

મોરબી શહેર અને તાલુકા તેમજ હળવદ તાલુકાનાં માથક ગામે દારૂની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 731 બોટલ દારૂ તેમજ બિયરના 76 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ કેરામીક કારખાનાની સામેના ભાગમાં સવજીભાઈ વાલજીભાઈ સોલંકીના ઈંટના ભઠ્ઠાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ઓરડીમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 579 બોટલ મળી આવતા પોલીસે 1,56,876 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ વાલજીભાઈ સોલંકી રહે. મોરબી તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીએનએ રવાપર ગામે હનુમાન ચોક પાસે રહેતા મુકેશભાઈ જારીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને દારૂની 60 બોટલ જેની કિંમત 1,67,800 તથા બિયરના 76 ટીન જેની કિંમત 16,720 કબજે કર્યા હતા અને એકટીવા નંબર જીજે 3 એનડી 9679 જેની કિંમત 80 હજાર રૂપિયા આમ કુલ મળીને 2,64,520 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ દાનાભાઈ જારીયા રહે. હનુમાન ચોક રવાપર ગામ મોરબી વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોક નં-61 માં રહેતા અશ્વિનસિંહ સરવૈયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 84 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2,59,000 ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયા (39) રહે. હાઉસિંગ બોર્ડ બ્લોક નં- 61 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના માથક ગામે રહેતા આકાશભાઈ પાટડીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 8  બોટલ મળી આવતા 960 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તથા 30 લિટર દેશી દારૂ જેની કિંમત 6000 રૂપિયા આમ કુલ મળીને 6,960 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આકાશભાઈ દિનેશભાઈ પાટડીયા રહે. માથક તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News