મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીમાં ગાંજાની ખેતી !: છોડ, ડાંખળા અને પાંદડા મળીને 11 કિલો 660 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ


SHARE











વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીમાં ગાંજાની ખેતી !: છોડ, ડાંખળા અને પાંદડા મળીને 11 કિલો 660 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ

વાંકાનેરના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આસોઈ નદીના કાંઠે આવેલ વાડીમાં વૃદ્ધે ગંજાની ખેતી શરૂ કરી હતી જેની જાણ એસઓજીની ટીમને થયેલ હતી જેથી ત્યાં વાડીમાં રેડ કરવામાં આવતા વાઢિ કાપીને સુકાવા રાખેલ અર્ધ સુકાયેલા ગાંજાના છોડ તથા ગાંજાના ડાંકળા અને પાંદડા સહિત કુલ મળીને 11 કિલો 660 ગ્રામ વજનનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,16,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આસોઇ નદીના કાંઠે બચુભાઈ સાકરીયાની વાડી આવેલ છે અને તે વાડીમાં ગાંજાનું વાવેતર કરીને છોડ વાઢી કાપીને સૂકવી વેચાણ કરવાની તૈયારી કરતા હતા તેવામાં એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મૂળ સહિત અર્ધ સુકાયેલ ગાંજાના 190 નંગ છોડ જેનું ચોખ્ખું વજન 5 પાંચ કિલો 605 ગ્રામ તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના ડાંખળા અને પાંદડાનું ચોખ્ખું વજન 6 કિલો 055 ગ્રામ આમ કુલ મળીને 11 કિલો 660 ગ્રામ મુદ્દામાલ મળી આવ્યો છે જેની કિંમત 1,16,600 થાય છે તે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બચુભાઈ રાણાભાઇ સાકરીયા (80) રહે. રાતીદેવરી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News