મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં પત્ની સાથે ફોન-વિડીયો કોલથી વાત કરતાં મેનેજરને ઠપકો આપવા ગયેલ યુવાનનું ગળું દબાવીને કરી નાખી હત્યા


SHARE











મોરબી નજીક કારખાનામાં પત્ની સાથે ફોન-વિડીયો કોલથી વાત કરતાં મેનેજરને ઠપકો આપવા ગયેલ યુવાનનું ગળું દબાવીને કરી નાખી હત્યા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કારખાનામાં 15 દિવસ પહેલા કામ માટે થઈને આવેલ યુવાનની પત્ની સાથે ત્યાં કામ કરતો મેનેજર ફોન ઉપર તેમજ વિડીયો કોલ કરીને વાત કરતો હતો જેની જાણ યુવાનને થઈ ગયેલ હતી જેથી તેને મેનેજરને ઠપકો આપતા મેનેજર યુવાનને માર માર્યો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેના આધારે મૃતક યુવાનની બહેનની ફરિયાદ લઈને પોલીસે કારખાનાના મેનેજરની સામે હત્યા એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા ધનાળા ગામ પાસે આવેલ લેવેન્ટ લેમીનેટ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સુનીતાબેન રવિન્દ્રનર્મદા આહિરવાર (25) નામની મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન મિયાં રહે. મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ભાઈ ગબ્બર દેવીપ્રસાદ આહિરવાર અને તેના પત્ની જ્ઞાની ઉર્ફે રાધિકા તથા બે બાળકો 15 દિવસ પહેલા મોરબી તાલુકાના માળીયા રોડ ઉપર આવેલ રેબેકા લેમિનેટ નામના કારખાનામાં કામ માટે થઈને આવ્યા હતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા હતા દરમિયાન ત્યાં કામ કરતા કારખાનાના મેનેજર ખુરશીદ આલમ ઉર્ફે રાજખાને ફરિયાદીના ભાઈ અને ભાભી સાથે સંબંધ કેળવ્યો હતો અને તેના ઘરેથી મહિનાના ત્રણ હજાર લેખે ટિફિન બંધાવ્યું હતું. દરમિયાન ફરિયાદીના ભાઈની ગેરહાજરીમાં ખુરશીદ આલમ ફરિયાદીની ભાભીને ફોન કોલ અને વિડીયો કોલ કરતો હતો જેની જાણ ફરિયાદીના ભાઈને થઈ ગઈ હોવાથી તેને આ બાબતે ખુરશીદ આલમને ઠપકો આપ્યો હતો જે તેને સારું નથી લાગતા ખુરશીદ આલમે ફરિયાદીના ભાઈને માર માર્યો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી જે સમગ્ર ઘટના કારખાનામાં મૂકવામાં આવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેથી હાલમાં મૃતક યુવાનની બહેનની ફરિયાદ આધારે પોલીસે હત્યા, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા છે






Latest News