મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા પાટીયા પાસેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો: 2.14 લાખનો મુદામાલ કબ્જે


SHARE













હળવદના ઢવાણા પાટીયા પાસેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો: 2.14 લાખનો મુદામાલ કબ્જે

હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને રીક્ષા મળીને 2,14,800 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઢવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1034 ને સ્થાનિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે રીક્ષાને ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 68,800 ની કિંમતનો દારૂ તથા દોઢ લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 2,14,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અખ્તરભાઈ અલ્લારખાભાઇ ઓઠા (21) રહે. હાલ વીસીપરા લાઇનસનગર સ્કૂલની સામે મૂળ રહે. ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપી પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બે બીયર સાથે બે પકડાયા

હળવદના કણબીપરા પાસે આસ્થા રોડ મોલા કાજીની સામેથી પસાર થઈ રહેલ સ્કૂટર નંબર જીજે 36 એક્યુ 1989 ના ચાલકને રોકીને પોલીસે ચેક કરતા સ્કૂટર ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 440 ની કિંમતનો બિયરનો જથ્થો તથા 20,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 20,440 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કૈલાશભાઈ હીરાભાઈ પરમાર (36) રહે. સરા રોડ આંબેડકર નગર-1 હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેણે કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી (32) રહે. સરા રોડ સિધ્ધનાથ સોસાયટી હળવદ વાળા પાસેથી બીયર મેળવ્યા હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ સાથે એક પકડાયો

ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં થેલામાંથી દારૂની બે બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 800 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જીતેન્દ્રભાઈ વેલજીભાઈ કોટડીયા (34) રહે વૃંદાવન સોસાયટી લજાઈ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News