મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન સાથે જોડાયેલા રક્તદાતાઓનું સ્નેહમિલન અને સન્માન સમરોહ યોજાયો


SHARE











મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન સાથે જોડાયેલા રક્તદાતાઓનું સ્નેહમિલન અને સન્માન સમરોહ યોજાયો

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી હેન્ડ ટુ હેન્ડ બ્લડ ની જરૂરિયાત પૂરી કરતાં યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપ સાથે જોડાયેલા રક્તદાતાઓના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા અને આ ગ્રુપ દ્વારા 24 કલાક દર્દી નારાયણને જ્યારે પણ કોઈ પણ ગ્રુપના રક્તની મોરબી, રાજકોટ કે અમદાવાદમાં જરૂર ઊભી થાય તો તાત્કાલિક જે જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે છે તે કામગીરીને સહુકોઈએ બીરદાવી હતી

14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં વર્ષ 2018 થી યુવા આર્મી ગ્રુપના નામથી હેન્ડ ટુ હેન્ડ બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવા માટે યુવાનોની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે ગ્રુપનું નામ યુવા શક્તિ ફાઉન્ડેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા વર્ષોમાં અનેક લોકોના જીવ બચાવવા માટે થઈને યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમ જીવતદાન સમાન બની છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી પરંતુ સૌથી મોટી વાત એ છે કે, આ ગ્રુપ સાથે જોડાયેલા લોકોમાંથી મોટાભાગના લોકો એકબીજાના પરિચયમાં ન હતા અને જાણતા પણ ન હતા તેમ છતાં પણ એકમાત્ર કોલ આવે એટલે તાત્કાલિક જે જગ્યા ઉપર રક્તની જરૂરિયાત હોય ત્યાં રક્તદાતા પહોંચી જાય આ પ્રકારે આ ગ્રુપના તમામ સભ્યો લોકોના જીવ બચાવવા માટે કામ કરતા હતા.

દરમિયાન ગઈકાલે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ સતવારા સમાજની વાડી ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા પહેલી વખત ગ્રુપના સભ્યોના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાર્યક્રમની શરૂઆતમાં તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ દુર્ઘટનામાં અવસાન પામેલ લોકો તથા તેઓના ગ્રુપના અવસાન પામેલા ત્રણ સભ્યોને બે મિનિટ માટે મૌન રહી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં રક્તદાન માટે હર હંમેશ તૈયાર રહેતા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ સ્નેહમિલન ના કાર્યક્રમ દરમિયાન લોકોના જીવ બચાવવા માટે થઈને રક્તદાન કરતા રક્તદાતાઓનું શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રેસ મિડીયાનો મહત્વનો રોલ હોય હાજર પત્રકારોનું શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામા આવ્યુ હતુ.જે બદલ યુવા શક્તિ ફાઉન્ડેશનના પ્રણેતા પિયુષભાઈ બોપલિયા તથા તેઓની ટીમ દ્વારા રક્તદાતાઓ, આર્થિક સહયોગ આપનાર દાતાઓ તથા પત્રકારોના સહયોગને બીરદાવ્યો હતો.

વધુમાં પિયુષભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં જે રીતે કોરોના કાળ, ઝુલતા પુલ દુર્ઘટના સહિત કોઈ પણ કપરી પરિસ્થિતિ હતી અને ત્યારે રક્તની જરૂરિયાત પૂર્ણ કરવા માટે થઈને યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમ હંમેશા તૈયાર રહેતી હતી આવી જ રીતે આગામી સમયમાં પણ કોઈ પણ જગ્યાએ રક્તની જરૂરિયાત ઊભી થાય તો તે પૂર્ણ કરવા માટે અને તેની સાથો સાથ કોઈપણ સેવાકીય કામમાં પણ યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોની જરૂર હોય તો તે તમામ સભ્યો ખડે પગે રહેશે તેવી ખાતરી આપી હતી.






Latest News