મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે વગર વાંકે યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો: ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરના લુણસર ગામે વગર વાંકે યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો: ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના લુણસર ગામની સીમમાં યુવાને ખરીદી કરેલ પોતાની જમીન પાસે તે પાળાનું કામ કરાવતો હતો ત્યારે ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાને સાથે ગાળાગાળી કરીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યારબાદ ચાર પૈકીના એક શખ્સે યુવાનના હાથ પકડી રાખ્યા હતા અને બાકીના ત્રણ શખ્સોએ હાથે પગે અને શરીરના ભાગે આડેધડ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુને નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મૂળ વાંકાનેર તાલુકાના લુણસર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશીપમાં અમૃત હાઈટ બ્લોક નં- 403 માં રહેતા રમેશચંદ્ર શંકરલાલ વસીયાણી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરાભાઈ સંગ્રામભાઇ ગમારા, મેરાભાઇ સામંતભાઈ ગમારા અને નાનુભાઈ ધારાભાઈ ગમારા રહે. ત્રણેય પલાસ ગામ તાલુકો વાંકાનેર તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, લુણસર ગામની ધોળા કુવા વાળી સીમમાં ફરિયાદી જમીન લીધી છે અને ત્યાં તેઓ પાળા રીપેર કરવા માટેનું કામ કરાવી રહ્યા હતા દરમિયાન ચારેય આરોપીઓ ત્યાં આવ્યા હતા ગાળાગાળી કરીને આરોપી હીરાભાઈ ગમારાએ ફરિયાદીના હાથ પકડી રાખ્યા હતા અને અન્ય ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને હાથે પગે અને સાથળના ભાગે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ હરીનગર સોસાયટી પાસે મારુતિ નંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી કાનાગીરી ગોસાઈ (52) નામના આધેડે પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 13 બીસી  6444 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 60 હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News