અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં માલ-મજૂરનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીના પ્રતિનિધિએ અધિકારીને વ્હોટ્સએપ કોલ કરીને આપી ગાળો-ધમકી


SHARE









મોરબી જીલ્લામાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં માલ-મજૂરનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીના પ્રતિનિધિએ અધિકારીને વ્હોટ્સએપ કોલ કરીને આપી ગાળો-ધમકી

મોરબી જિલ્લાના તાલુકા પુરવઠાના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો તથા મજૂરોની વ્યવસ્થા સમયસર ન કરતી એજન્સીના પ્રતિનિધિને લેખિત, મૌખિક તથા ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી અને અનાજનો જથ્થો તથા મજુરની વ્યવસ્થા કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું જે એજન્સીના પ્રતિનિધિને સારું લાગ્યું ન હતું જેથી તેને નાયબ જિલ્લા ગોડાઉન મેનેજરના મોબાઈલ નંબર ઉપર વ્હોટ્સએપ કોલ કર્યો હતો અને ગાળો આપીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ અધિકારી દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બેચરાજી તાલુકાના મોઢેરાના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી (34)એ મહેબૂબભાઈ આઈ. સોલંકી રહે. પોપટપરા રાજકોટ વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશિયાના કોટન વર્કને મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના સરકારી ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો તથા મજૂરોની વ્યવસ્થા સમયસર પૂરી કરવા માટે તેને કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો જોકે, આ એજન્સી દ્વારા સમયસર માલ કે મજૂરોને પહોંચાડવામાં આવતા ન હતા જેથી કરીને આ બાબતે મૌખિક, વ્હોટ્સએપથી, ટેલીફોનિક અને લેખિતમાં યોગ્ય વ્યવસ્થા કરવા માટે થઈને જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ તે વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને આશિયાના કોટન વર્ષના પ્રતિનિધિ દ્વારા ફરિયાદી મોરબી જિલ્લામાં નાયબ જિલ્લા ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવે છે તેની જાણ હોવા છતાં તેને વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા અધિકારીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News