મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બે યુવાનના મોત: જાલીડા નજીક કારખાનાના ક્વાર્ટરમાં છાતીમાં દુખાવો થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE













વાંકાનેર શહેર-તાલુકામાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બે યુવાનના મોત: જાલીડા નજીક કારખાનાના ક્વાર્ટરમાં છાતીમાં દુખાવો થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

વાંકાનેરના પાડદરા ગામ નજીક ટ્રક ઉપર તાલપત્રી બાંધી રહેલા યુવાનને તેમજ વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા યુવાનને ઘરમાં ઇલેક્ટ્રીક મોટર શરૂ કરવા જતાં સમય વીજ શોર્ટ લાગ્યો હતો જેથી તે બંને યુવાનના મોત નિપજ્યાં હતા અને જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી મહિલાને છાતીમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાઇ હતી જો કે, તે મહિલાનું પણ મોત નીપજયું છે.

મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ચકલાપરા માંજા વિસ્તાર 66 કેવી પ્રાથમિક શાળા પાસે રહેવાસી અને હાલમાં સુત્રાપાડાના મોરડીયા ગામે રહેતા નેભાભાઈ હાજાભાઇ ઓડેદરા (40) નામનો યુવાન વાંકાનેરના પાડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ઉભો રાખીને ટ્રકની કેબિન ઉપર ચડીને તાલપત્રી બાંધતો હતો દરમિયાન ઉપરથી પસાર થતી 66 કેવીની ઈલેક્ટ્રીક લાઈનને અડી જવાના કારણે તે યુવાને શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રામભાઈ રાણાભાઇ ઓડેદરા (23) રહે. સોનલ કૃપા સ્ટોન આરસીની ઓફિસની બાજુમાં પાડધરા ગામની સીમ તાલુકો વાંકાનેર મૂળ રહે. જુનાગઢ વાળાએ જાણ કરતાં પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે વાંકાનેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હાર્દિકભાઈ રાજુભાઈ રાતડીયા (22) નામનો યુવાન પોતાના મકાને પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા સમયે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાનું મોત નીપજયું

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ એન્ટીક એબઝાકેર કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ઝારખંડના રહેવાસી અનિતાદેવી પપ્પુસિંહ ઘટવાર (32) નામની મહિલાને રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં ગભરામણ થવા લાગી હતી અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News