મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પાણી ભરેલ ખાડામાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પાણી ભરેલ ખાડામાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં પાવળીયારી મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં ભરેલ પાણીના ખાડામાં યુવાને ન્હાવા માટે ગયો હતો અને દરમિયાન તે પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સિમોન સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો જગનાથ સુરેન્દ્રનાથ બહેરા (38) નામનો યુવાન નીચી માંડલ ગામની સીમમાં પાવળીયારી મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં ભરેલ પાણીના ખાડામાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે કોઈ કારણોસર તે ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની અજયભાઈ રવિન્દ્રભાઈ મહંતો (27) રહે. હાલ સિમોન સિરામિક લેબર કોલોનીના ક્વોટરમાં નીચી માંડલ મૂળ રહે ઓરિસ્સા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીની રવાપર ચોકડી નજીક રહેતા રિપલબેન બેચરભાઈ કાચરોલા રફાળેશ્વર ચોકડી પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં અચાનક કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જેમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે દેગામના વતની અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા નિકુલ રમેશભાઈ નામનો ૧૮ વર્ષનો યુવાન પીપળી રોડ શિવ પાર્ક નજીકથી હાઇવે બાજુ જતા રસ્તે જતો હતો ત્યાં અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.




Latest News