મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં કોસ્ટલ રોડ ઉપર ઝાડની ડાળીએ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE





માળીયા (મી) તાલુકામાં કોસ્ટલ રોડ ઉપર ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકામાંથી પસાર થતાં કોસ્ટલ રોડ ઉપર ઝાડની ડાળી સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા મૂળજીભાઈ ભીમાભાઇ પીપળીયા (39) નામના યુવાને માળિયામાંથી પસાર થતા કોસ્ટલ હાઇવે રોડ ઉપર ઝાડની ડાળી સાથે દોરી બાંધીને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગેવાની મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ રબારીવાસમાં રહેતા મૈયાબેન શૈલેષભાઈ હણ (37) નામના મહિલા રવાપર રોડ ઉપરથી બાઈકમાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈકની આડે ગાય આવી હતી જેથી કરીને બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્કમાં રહેતો તીર્થ સતિષભાઈ ગોપાણી (7) નામનો બાળક બાઇક પર બેસીને સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે સોસાયટી નજીક બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાળકને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News