મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડીએ વીછીએ ડંખ મારતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત


SHARE







હળવદના ટીકર ગામે વાડીએ વીછીએ ડંખ મારતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન વાડીએ હતો ત્યારે ડાબા કાન પાસે વીછીએ ડંખ મારતા ઝેરી અસર થઈ હતી અને યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામે શક્તિભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મીનકાભાઈ વેલજીભાઈ ભીલ (29) નામનો યુવાન વાડીએ ખાટલા ઉપર સૂતો હતો દરમિયાન તેને ડાબા કાન પાસે વીછીએ ડંખ મારતા તે યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની સુમીલાબેન મીનાકભાઈ ભીલ (25) રહે. હાલ ટિકર વાળાહળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા વિજયભાઈ શાંતિલાલ (35) નામનો યુવાન પગપાળા ચાલીને દહીસરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલાકે તેને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતા જનાબેન નુભા રજપુત (75) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે ટકાતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News