મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ


SHARE













વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં અને ટંકારા તાલુકા વિસ્તારમાં વીજ ધાંધીયા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે જેથી કરીને સ્થાનિક ધારાસભ્યોએ વીજ કંપનીના અધિક્ષક સહિતના ઈજનેરોની હાજરીમાં મિટિંગ કરી હતી અને લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓએ વહેલી તકે વીજ પુરવઠાને લગતા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપેલ હતી.

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં વિજકંપનીના ઘણા પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા, વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયાડેપ્યુટી એન્જીનીયર એન.ડી.પટેલડેપ્યુટી એન્જીનીયરઆઈ.એમ.મોઢરૂરલ-1 ના એચ.એચ. પટેલરૂરલ-2 ના કે.એચ. મોરઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મિટિંગ કરી હતી અને ત્યારે અધિકારી ધારાસભ્યને ગણતરીના દિવસોમાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી. તો ટંકારા તાલુકામાં પણ વરસાદ પછીથી સતત વીજ ધાંધિયા જુદાજુદા વિસ્તારમાં જોવા મળે છે જેથી કરીને વીજ પુરવઠાને લગતા પ્રશ્નો ઉકેલવા માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક વીજ કંપનીના અધિકારીઓની સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને લોકોના જે પ્રશ્ન હતા તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીને સૂચના આપેલ હતી.




Latest News