મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીએ GCAS પોર્ટલના ધાંધિયાના લીધે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ દૂર કરવા કરી માંગ


SHARE









મોરબી એબીવીપીએ GCAS પોર્ટલના ધાંધિયાના લીધે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ દૂર કરવા કરી માંગ

મોરબીમાં એબીવીપી દ્વારા GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી ખાનગી વિશ્વ વિદ્યાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે ‘મોક રાઉન્ડ’ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાનું રજૂઆત સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોનો પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે. જો કે, GCAS પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે. આ GCAS પોર્ટલ ઝડપથી ચાલતી ન હોવાથી સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી. પરિણામે, ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિધાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે. જયારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયો મનફાવે તે પ્રમાણે કોઈપણ પ્રકારના ધારા ધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિધાર્થીઓની ભરતી કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વિષય છે. જેથી ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને વધુ વિલંબ અટકાવી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News