મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE













વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેરના સરતાનપર ગામ પાસે ટ્રકે હડફેટે લેતા અજાણ્યા યુવનાનું મોત નીપજયું હતું જે મૃતક યુવનાની ઓળખ થયેલ નથી અને વળી વરસ મળેલ નથી જેથી અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના તપાસનીસ અધિકારી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ પાધરવાળી ખાણ પાસે રાતાવિરડા ગામ જવાના રસ્તા ઉપર ટ્રક ડ્રાઇવરે આશરે ૩૦ થી ૩૫ ઉંમરના રસ્તા પર ચાલીને જતા અજાણ્યા માણસને તા ૧૨/૬ ના રોજ સવારે હડફેટે લેતા તેને ગંભીર ઈજા થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક શરીરે પાતળો બાંધો માથાના વાળ કાળા તથા ચહેરો લંબગોળ શરીરને લાલ કલરનો ચેક્સ વાળો આખી બાયનો શર્ટ પહેરેલ છે તથા નીચે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને ગળામાં સફેદ સુતરનો ધાર્મિક દોરો પહેરેલ છે. જે મૃતક યુવાનના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી પીએસઆઈ એલ.એ. ભરગાના મોબઈલ નં. ૭૬૨૧૯૫૮૧૫૬ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.




Latest News