મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા માટે રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા માટે રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે ગોળાઈમાં ટ્રક ટ્રેલરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને પલટી મરાવી દીધી હતી જેથી ટ્રક ટ્રેલરની કેબિનમાં બેઠેલ યુવાનને કેબીન નીચે દબાઈ જવાના કારણે માથા અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા અશ્વિનભાઈ કાનજીભાઈ ધંધુકિયા (40)ટ્રક ટ્રેલર નંબર જીજે 3 બીટી 1503 ના ચાલક અશોકભાઈ મનસંગભાઈ પારેજીયા રહે. હજનાળી વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઢુવા માટે રોડ ઉપર આવેલ સિમ્બોસા સીરામીક નજીકથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો અને તેના ટ્રક ટ્રેલરમાં કોલસો ભરેલ હતો જે કારખાનામાં નાખવા માટે જતાં હતા ત્યારે આરોપીએ ગોળાઈમાં ટ્રક ટ્રેલરને પલટી ખવડાવી દેતા ટ્રકમાં ક્લીનર તરીકે કેબિનમાં બેઠેલ ફરિયાદીનો દીકરો રોહિત અશ્વિનભાઈ ધંધુકિયા (18) ટ્રક ટ્રેલરની કેબી નીચે દબાઈ જતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News