મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
SHARE









ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
ટંકારાના ગજડી ગામે રહેતા યુવાને મહિલા સાથે લીવ ઇન રિલેશનશિપનો કરાર કરેલ હતો જે બાબતે જુદી જુદી કોર્ટ મેટર ચાલી રહી છે દરમિયાન અમદાવાદના શખ્સ દ્વારા તેને ફોન, વ્હોટ્સએપ કોલ અને મેસેજ જુદા જુદા નંબર ઉપરથી કરીને ખોટા કેસ કરીને ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકીઓ આપવામાં આવતી નથી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા પ્રકાશભાઈ કાળુભાઈ ડાંગર (44)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ જયંતીલાલ ભારતીય રહે. વાસણા-8 ઇશાન એવન્યુ સુંદરવન સોસાયટી વાસણા અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે આરોપી અશોકભાઈ ભારતીય દ્વારા તેમના જુદા જુદા ચાર મોબાઈલ ફોન નંબર ઉપરથી તેને ફોન અને મેસેજ આવ્યા હતા અને ફરિયાદીએ એક મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપનો કરાર કરેલ છે જે બાબતની જુદી જુદી કોર્ટ મેટર ચાલી રહી છે જેથી કરીને ફરિયાદી યુવાનને તેના મોબાઈલ ફોન ઉપર મિસ કોલ, ફોન, વ્હોટ્સએપ કોલ અને મેસેજ કરીને ખોટા કેસ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
