મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી દ્વારા વિશ્વ વસ્તી દિવસની કરાઇ ઉજવણી


SHARE







મોરબી ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી દ્વારા વિશ્વ વસ્તી દિવસની કરાઇ ઉજવણી

જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ના સીધા માર્ગદર્શન હેઠળ ૧૧- જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કરવામાં આવી હતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ જણાવ્યું કે વિશ્વ વસ્ત્તી દિવસના ઉજવણી નું આ વર્ષ નું સૂત્ર “મા બનવાની ઉમર એ જ જયારે શરીર અને મન તૈયાર હોય” ને સાકાર કરવામાટે જનસમુદાયમાં તારીખ ૧૧-જુલાઈ થી ૧૮-જુલાઈ સુધી લક્ષિત દંપતિનો સંપર્ક કરી જન સંખ્યામાં સ્થિરતા લાવવા માટે કુટુંબ નિયોજનની બિન કાયમી અને કાયમી પદ્ધતિઓ વિષે માહિતગાર કરવામાં આવશે. અને કુટુંબ નિયોજનની સેવાઓ લેવા માટે મોટીવેટ કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત ગુરુ શિબિર, લઘુ શિબિર, પ્રદર્શન, માઈક પ્રચાર, રેલી, બેનર, પત્રિકા વિતરણ, સાસુ-વહુ મીટીંગ, નવ દંપતિ ની મીટીંગ તેમજ ઘરે-ઘરે લક્ષિત દંપતી નો સંપર્ક કરવામાં આવશે. આ ઝુંબેશ દરમ્યાન લોકોમાં વધતી જતી વસ્તી ને લીધે થતા પ્રશ્નો અંગે જાણકારી આપવામાં આવશે.લગ્ન બાદ તરત જ પ્રથમ બાળક નહિ, બે બાળકના જન્મ બાદ ઓછામાં ઓછો ત્રણ વર્ષ નો સમયગાળો રાખવો અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાનું કુટુંબ સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.




Latest News