મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે રાંધવા બાબતે પતિએ માર મારતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: પતિ સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરના તીથવા ગામે રાંધવા બાબતે પતિએ માર મારતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: પતિ સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની પત્નીને રસોઈ બનાવવા બાબતે દિવસે દાળ રાંધી હતી તે કેવી રીતે બગડી ગઈ તેમ કહીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ મોઢા ઉપર મારમારીને ઈજા કરી હતી જેથી મહિલાએ ગુસ્સામાં આવીને ખેતરમાં છાંટવાની દવા પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ રાજગઢ જિલ્લાના સરદારપુર તાલુકાના દુધીકંચ ગામના રહેવાસી સુનિતાબેન દિનેશભાઈ ડામોર (19)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ દિનેશભાઈ હરસિંગભાઈ ડામોર રહે. દંડીકૂચ તાલુકો સરદારપુરા જિલ્લો રાજગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ તેના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલા હતા અને તેઓ તિથવા ગામે રહેતા હતા અને ત્યાં મજૂરી કામ કરતા હતા અને નાની નાની બાબતે ફરિયાદીને તેના પતિ દ્વારા મારામારી કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. દરમ્યાન ગત તા.1/7/25ના રાત્રિના સમયે ફરિયાદીને તેના પતિએ કહ્યું હતું કે, દિવસે દાળ રાંધી હતી તે કેવી રીતે બગડી ગઈ તેવું કહીને તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને હાથે પગે તેમજ મોઢાના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ગુસ્સામાં આવીને ફરિયાદીએ પોતે પોતાની જાતે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News