મોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ
મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા અને પોલીસ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ
SHARE









મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા અને પોલીસ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ
હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે સમગ્ર મોરબી જિલ્લાના લોકોને બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂરું પાડતા યુવા શક્તિ ગ્રુપના મહિલા સભ્યો દ્રારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને રક્ષકોની રક્ષાના સૂત્ર સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપના મહિલા સભ્યો દ્વારા મોરબી જિલ્લાના સલામતી તેમજ કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ખડેપગે રહેતા એવા મોરબીના એકમાત્ર ફાયરબ્રિગેડની મુલાકાત લેવામાં આવી હતી અને યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જયારે મોરબીના એસપીની સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધન પર્વ નિમિત્તે ટ્રાફિક શાખા દ્વારા મોરબીની જનતાને નગર દરવાજા ખાતે ટી.આર.બી બહેનો દ્વારા રાખડી બાંધી પબ્લિક સુરક્ષા માટે હેલ્મેટ પહેરે તેવી અપીલ કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ છે. આવી જ રીતે મોરબીના વૃદ્ધાશ્રમ ખાતે મહિલા પીઆઇ અને પીએસઆઈ સહિતના મહિલા કર્મચારીઓ ગયા હતા અને ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી
