મોરબીમાં સફાઈકર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ
મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે
SHARE









મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે
મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી આ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દર વર્ષે મૌન રેલી યોજાઇ છે તેવી જ રીતે કાલે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના મચ્છુ જળ હોનારતને ૪૬ વર્ષ થઈ ગયા છે તેમ છતાં પણ આગામી ૧૧ ઓગસ્ટ ના રોજ મોરબીમાં ગોઝારા દિવસની યાદમાં તારાજીના દ્રશ્ય લોકોની નજર સામે આવશે જેથી તેઓની આંખોમાંથી આંસુ સરી પડશે. મોરબી મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૃતકોની સ્મૃતિ સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૧ ને સોમવારે મોરબીમાં શોકયાત્રા યોજાશે. આ રેલી મહાપાલિકા કચેરીથી બપોરે ૩:૩૦ કલાકે નીકળશે અને મચ્છુ જળ હોનારતના દિવંગતોના સ્મૃતિ સ્તંભ પાસે પૂર્ણ કરવામાં આવશે. આ રેલીમાં મોરબીના રાજકીય અને સમાજિક આગેવાનો, કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓએ જોડાશે.
