મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદ વિસ્તારમાં જુગારની 9 રેડ: 31 શખ્સો 57,620 ની રોકડ ખાતે ઝડપાયા, બે ની શોધખોળ


SHARE

















મોરબી, વાંકાનેર અને હળવદ વિસ્તારમાં જુગારની 9 રેડ: 31 શખ્સો 57,620 ની રોકડ ખાતે ઝડપાયા, બે ની શોધખોળ

મોરબી શહેર, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, હળવદ તાલુકા વિસ્તારમાં જુગારની જુદી જુદી નવ રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને 31 શખ્સો ઝડપાયા છે અને તેઓની પાસેથી પોલીસે 57,620 રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી છે અને રેડ દરમિયાન વાંકાનેર શહેરમાંથી બે શખ્સો નાસી છૂટ્યા હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના ભવાની ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઇમરાનભાઈ ઉસ્માનભાઈ સોલંકી (35), તૈયબભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી (68), આરીફખાન કાસમખાન ખોરમ (40), ઈકબાલભાઈ ઉસ્માનભાઈ શેખ (53), અબ્દુલભાઈ કાદરભાઈ સમા (49), રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 7,450 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ નટુભાઈ પંચાસરા (35), અનિલભાઈ નટુભાઈ પંચાસરા (29), બાબુભાઈ હાજીભાઈ સુમરા (50), જયેશભાઈ કિશોરભાઈ પંચાસરા, કાસમભાઈ અબ્દુલભાઈ શાહમદાર (35) અને કિશોરભાઈ નટુભાઈ પંચાસરા (45) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં ઢાળ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મનુભાઈ મેરાભાઈ મકવાણા (50), કિશોરભાઈ નાગરભાઈ સુમેરા (29) અને રાહુલભાઈ વિનોદભાઈ વઢરૂકિયા (20) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4660 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે આવી જ રીતે ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ ભરતભાઈ રાઠોડ (20), જનકભાઈ અશોકભાઈ ભલસોટ (22), ભરતભાઈ વેરશીભાઈ વઢીયારા (40) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,350 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે તો મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજી ચોકમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જીતેન્દ્રભાઈ બાબુભાઈ માનેવાડિયા (40) અને ગૌતમભાઈ પરસોત્તમભાઈ સાગઠીયા (25) રહે બને ઇન્દિરાનગર વાળા જુગાર રમતા બળી આવ્યા હોય પોલીસે 11,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

વાંકાનેર ના જીનપરા શેરી નંબર 12 માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સલીમભાઈ રજાકભાઈ કુરેશી (40), વિજયભાઈ પૂર્વે કાનો પરસોતમભાઈ વીંઝવાડીયા (30) રહે. વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,220 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઈને સાગર છલાભાઇ કોળી રહે. જીનપરા વાળો નાસી ગયો હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આવી જ રીતે વાંકાનેરના નવાપરા શેરી નં 1માં જાહેરમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી ગણેશભાઈ હકાભાઇ ઉઘરેજા (19) અને સાહિલભાઈ શંકરભાઈ સારલા (19) રહે બંને વાંકાનેર વાળા મળી આવ્યા હોય પોલીસે 3,110 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને લાલજીભાઈ ઉર્ફે ગોગો શીવાભાઈ કોળી રહે. ખડીપરા વાંકાનેર વાળો નાસી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રામદેવપીરના મંદિર નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાગરભાઇ ગોગજીભાઈ વિજવાડીયા (25), બાબુભાઈ સમાભાઈ ડાભી (28), લાલજીભાઈ ઉર્ફે લાલી ટીસાભાઈ સરાવાડીયા (25), અને બળદેવભાઈ અશોકભાઈ વીજવાડીયા (19) રહે બધા માટેલ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,530 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે

જ્યારે હળવદમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં મંદિર નજીક જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જીતુભાઈ બાબુભાઈ ગોહિલ (36), રવિભાઈ વાલજીભાઈ મકવાણા (38), સચિન ભરતભાઈ મિયાત્રા (22), અને ગણેશભાઈ રાયસંગભાઈ થરેસા (47) તેમજ મગનભાઈ જીવરાજભાઈ જાદવ (48) રહે બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી અને હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે




Latest News