ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજીએ ભારતીય સેનાની માહિતી વિદ્યાર્થિનીઓને આપી


SHARE













મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજીભારતીય સેનાની માહિતી વિદ્યાર્થિનીઓને આપી

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું સશક્તિકરણ થાય, વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળાઓ જીવન જીવવાનું કૌશલ્ય લાઈફ સ્કિલનું એજ્યુકેશન મેળવે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે,એ અન્વયે મોરબીના રવાપર(નદી) ગામના નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતની થલ સેનાવાયુસેના અને નેવી એમ ત્રણેય સેના વિશે વિસ્તૃત સમજ આપી હતી, અર્જુન ટેન્ક, ભીષ્મ ટેન્ક તેમજ મિસાઈલ ડ્રોન, ગન, બંદૂક વગેરેના ચિત્રો વિડીઓ બતાવી હથિયારોનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરેની ખુબજ સરસ અને વિગતવાર સમજણ આપી હતી, ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલાના એવા પ્રયત્નો એવા છે કે, મોરબીમાંથી વધુને વધુ દિકરીઓ પોલીસ અને આર્મીમાં જોડાય તેના માટે તેમના દ્વારા દિકરીઓને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અને તેઓએ સેનામાં 28 વર્ષ સુધી ફરજ બજાવી હતી. જેથી પોતાના અનુભવનો દીકરીઓને લાભ માળે તેના માટે તેઓએ શાળામાં આવીને યુદ્ધ કૌશલ્ય અને સેના વિશેની રસપ્રદ માહિતી આપી હતી.






Latest News