મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં મહિલાનું મોત


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં મહિલાનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલા લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે કામ કરતા હતા ત્યારે ચક્કર આવવાના કારણે નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તે મહિલાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સનારીયા સીરામીક ટાઇલ્સ કંપની નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન વિનોદભાઈ આલી (55) નામના મહિલા લેબર કવાર્ટરમાં ત્રીજા માળે હતા ત્યારે તેને ચક્કર આવવાના કારણે તેઓ ઉપરથી નીચે પટકાયા હતા જેથી તેઓને માથામાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ નંદરામભાઈ મેસવાણિયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના ખાનપર ગામે રહેતા હીનાબેન હરેશભાઈ વસાવા (18) નામની પરણીતા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે, મહિલાએ કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આધેડ સારવારમાં

મોરબીના અમરનગર ગામે રહેતા નાથાભાઈ લખમણભાઇ અજાણા (52) નામના આધેડ બાઈકમાં મોરબી આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં પડી જવાના કારણે તેઓને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબીના નાગડાવાસ ગામે મેરામભાઇ રાઠોડની વાડીએ દુતાલીબેન કિશનભાઇ ઝાલા નામના મહિલાને સાપ કરડી જવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 




Latest News