ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ૦૧ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે


SHARE













મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ૦૧ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

બાગાયતદારોને આ વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ  કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના ખાતે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ)), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, નાની નર્સરી (૦.૪ થી ૧ હે.), નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર CS-3, પ્રી કૂલીંગ યુનિટ, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, સોલાર ક્રોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે), મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ, રાજ્યમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ -શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના સહિતની યોજનાઓમાં લાભ લેવા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા તા.૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.






Latest News