મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અનુ. જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે


SHARE

















મોરબી જિલ્લા અનુ. જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે

અનુસુચિત જાતિના લોકોને સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવે છે.

અનુસુચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પુરા પાડવાનો સરકારનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય, તદ્દન કાચું, ઘાસ માટીનું, ઘાસપુળાનું, કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે પણ રૂ.૧.૭૦ લાખની સહાય ચાર (૪) હપ્તામાં મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, મોરબી જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.




Latest News