મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE































મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામકૃપા પેટ્રોલ પંપ ખાતે નોકરી કરતો યુવાન ત્યાં હાજર હતો ત્યારે ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે એક શખ્સ ગાડી લઈને આવ્યો હતો ત્યારે યુવાને ગાડીને આગળ લેવા માટે કહ્યું હતું જેથી ગાડી લઈને આવેલા શખ્સે ઝઘડો કરીને જપાજપી કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ અન્ય ત્રણ શખ્સોને સાથે લઈને આ શખ્સ પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને ત્યાં યુવાનને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો તેમજ યુવાન અને પેટ્રોલ પંપ ઉપર હાજર રહેલા અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી-ઝઘડો કરીને ગાળો આપી હતી અને જતાં જતાં યુવાનને ઉપાડી જવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર આંબેડકર સ્કૂલ પાસે રહેતા યુવરાજભાઈ દિલીપભાઈ પરમાર (18) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયભાઈ ભરતભાઈ રાબા, રાજભાઈ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામકૃપા પેટ્રોલ પંપ ખાતે તે નોકરી કરે છે અને ત્યાં આરોપી જયભાઈ રાબા તેની કાર લઈને પેટ્રોલ પુરાવા માટે આવ્યો હતો ત્યારે ફરિયાદીએ ગાડી આગળ લેવાનું કહેતા આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જતો રહ્યો હતો ત્યાર બાદ ફરીવાર પેટ્રોલ પંપ ઉપર જયભાઇ અન્ય ત્રણ આરોપીને સાથે લઈને આવ્યા હતા અને ત્યારે જયભાઈ રાબાએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી જ્યારે અન્ય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારે પણ આરોપી જયભાઈએ ફરિયાદીને તેની જાતિ પૂછીને સાહેબોની હાજરીમાં ગાળો આપીને ઉપાડી જવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સ્પાના સંચાલકો સામે કાર્યવાહી

મોરબીના લાલપર ગામ પાસે રાધિકા હોટલ વાળા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ સગુલ સ્પામાં કામ કરતા કર્મચારીઓની બાયોડેટા નજીકના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી તેમજ સીસીટીવી કેમેરામાં જાહેરમાં મુજબનું રેકોર્ડિંગ પણ રાખવામાં આવતું ન હતું જેથી મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપરથી સ્પાના સંચાલક અજયભાઈ દીપકભાઈ ભાયાણી રહે. લાલપર રાધિકા હોટલ વાળા કોમ્પલેક્ષમાં ત્રીજા માળે સગુલ સ્પાની ઓફિસમાં મૂળ રહે. રામેશ્વરનગર જલારામનગર સોસાયટી બ્લોક નં.6 જામનગર તથા ઉમંગભાઇ જનકભાઈ વ્યાસ રહે. બુઢા બાવાની શેરી નાની બજાર મોરબી વાળાને પકડીને બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગાહી કાર્યવાહી હાથ ધરી છે












Latest News