મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર


SHARE































મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર

મોરબીના સરદાર રોડ ઉપર વિજય ટોકીઝ ચાર રસ્તા પાસેથી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી ત્યારે સ્વીફ્ટ ગાડીમાં એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં 108 એમ્બ્યુલન્સની અંદર ઇએમટી તરીકે ફરજ બજાવતી યુવતીને માથામાં ગંભીર ઈજા થઈ હતી તથા મણકામાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવતીએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં 108 એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અને 108 માં ઇએમટી તરીકે ફરજ બજાવતા યશવંતીબેન ડાહ્યાભાઈ દાફડા (22) એ હાલમાં એમ્બ્યુલન્સ નંબર જીજે 36 જી 0317 ના ચાલક મનીષભાઈ જગદીશભાઈ પડાયા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના સરદાર રોડ પાસે વિજય ટોકીઝ નજીકથી 108 એમ્બ્યુલન્સ ગાડીનો ચાલાક પોતાનું વાહન લઈને જતો હતો ત્યારે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને સ્વિફ્ટ ગાડી નંબર જીજે 10 ટીસી 6921 માં એમ્બ્યુલન્સ અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં એમ્બ્યુલન્સમાં બેઠેલ ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજા તથા કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર થયું હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News