દેશમાં મુસ્લિમોની વધતી અને હિન્દુઓની ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે: ડો. પ્રવીણભાઈ તોગડીયા
વાંકાનેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી દરેક આયોજકોને પ્રોત્સાહિત કરાયા
SHARE









વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત વાંકાનેર શહેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગામે ગામથી પોત પોતાનાં વાહન સાથે ગણેશજીની મૂર્તિ લઈ શોભાયાત્રામાં આયોજકો જોડાયા હતાં. જેમાં કુલ 46 ગણપતિ પંડાલ સમિતિએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે પ્રસંગે શોભાયાત્રામાં ભાગ લેનાર પંડાલોને વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગામડે થી આવેલા પંડાલોને રૂપિયા 5100 તેમજ વાંકાનેર શહેરથી જોડાયેલા પંડાલોને રૂપિયા 3500 પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી. આ શોભાયાત્રા જોડાયેલ પંડાલોની ધર્મ પ્રત્યેની ભાવનાને જીતુભાઈ સોમાણીએ હ્રદય પૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે વાંકાનેર શહેરનાં રાજ માર્ગો પર દરેક ચોકે ચોકે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો સહિત દરેક લોકોએ જીતુભાઈ સોમાણીને ફુલ હાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરેલાં હતાં. આ ગણપતિ શોભાયાત્રાનું 15 મુ વર્ષ છે ત્યારે વાંકાનેરમાં ગણેશ ઉત્સવની શોભાયાત્રામાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા, વાંકાનેર સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી
