મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીને ભગાડી જવાની બાબતના સમાધાનમાં સાથે આવવાની ના કહેતા પિતા-પુત્ર ઉપર છરી-ધારિયા વડે હુમલો, યુવાનની કરી હત્યા: 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ


SHARE













મોરબીમાં યુવતીને ભગાડી જવાની બાબતના સમાધાનમાં સાથે આવવાની ના કહેતા પિતા-પુત્ર ઉપર છરી-ધારિયા વડે હુમલો, યુવાનની કરી હત્યા: 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ

મોરબીમાં નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં ગઈકાલે બપોરના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને છરીનો ઘા મારી દેવામાં આવતા તેનું મોત નીપજયું હતું અને તેના પિતાને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે માર મારતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ગુણાભાઈ પરમાર, શંકરભાઇ ઉર્ફે ચકુ ગુણાભાઇ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને શનિભાઈ જીંજવાડીયા રહે. બધા નવલખી ફાટક પાસે પરશુરામ ધામની બાજુમાં ઝૂંપડામાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખારાખીને આરોપીઓએ એક સંપ કરીને છરીમ ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે શંકરભાઈ ઉર્ફે ચકુ એ ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને ડાબા ખભા પાસે છરીનો જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને શંકરભાઈ ઉર્ફે ચકુ છરી વડે, વિજયભાઈએ લાકડી વડે અને ભગાભાઈએ ધારિયા વડે મારમારીને હાથે, પગે એને શરીરને ઇજાઓ કરી હતી તેમજ વિજયભાઈએ ફરિયાદીને લાકડી વડે વાંસાના ભાગે મારમારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ લોકોને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News