મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીને ભગાડી જવાની બાબતના સમાધાનમાં સાથે આવવાની ના કહેતા પિતા-પુત્ર ઉપર છરી-ધારિયા વડે હુમલો, યુવાનની કરી હત્યા: 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ


SHARE































મોરબીમાં યુવતીને ભગાડી જવાની બાબતના સમાધાનમાં સાથે આવવાની ના કહેતા પિતા-પુત્ર ઉપર છરી-ધારિયા વડે હુમલો, યુવાનની કરી હત્યા: 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ

મોરબીમાં નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં ગઈકાલે બપોરના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને છરીનો ઘા મારી દેવામાં આવતા તેનું મોત નીપજયું હતું અને તેના પિતાને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે માર મારતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ગુણાભાઈ પરમાર, શંકરભાઇ ઉર્ફે ચકુ ગુણાભાઇ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને શનિભાઈ જીંજવાડીયા રહે. બધા નવલખી ફાટક પાસે પરશુરામ ધામની બાજુમાં ઝૂંપડામાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને છરીમ ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે શંકરભાઈ ઉર્ફે ચકુ એ ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને ડાબા ખભા પાસે છરીનો જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને શંકરભાઈ ઉર્ફે ચકુ એ છરી વડે, વિજયભાઈએ લાકડી વડે અને ભગાભાઈએ ધારિયા વડે મારમારીને હાથે, પગે એને શરીરને ઇજાઓ કરી હતી તેમજ વિજયભાઈએ ફરિયાદીને લાકડી વડે વાંસાના ભાગે મારમારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ લોકોને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News