મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી: સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે, ખેડૂતોએ 15 મી સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી


SHARE

















મોરબી: સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે, ખેડૂતોએ 15 મી સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી

ખેડૂતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારશ્રીએ વર્ષ: ૨૦૨૫-૨૬ના ખરીફ પાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે. બજારમાં જેતે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા ખેડૂત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE)મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવનાર છે, જેનો રાજ્યના ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત વર્ષે રાજ્યમાંથી કુલ ૮,૫૩,૫૧૪ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ.૧૬૨૨૩.૨૯ કરોડના મુલ્યની કુલ ૨૩,૪૭,૦૭૮ મેટ્રિલ ટન જથ્થાની વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તેમાટે સરકાર કક્ષાએથી તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે




Latest News