મોરબી: સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે, ખેડૂતોએ 15 મી સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી
મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ-વાલીઓને માર્ગદર્શન અપાશે
SHARE
મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ-વાલીઓને માર્ગદર્શન અપાશે
આવતા વર્ષે (૨૦૨૬-૨૭) વિનામૂલ્યે મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ માં ભણવા માંગતા બાળકો તથા તેમના વાલીઓ માટે ૧ સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત ખાતે માર્ગદર્શન બેઠક યોજાશે આ શાળામાં વિનામૂલ્યે અને સારી ગુણવત્તાનું શિક્ષણ મેળવવા ઈચ્છુક જરૂરિયાતમંદ બાળકો, વાલીઓ તથા શિક્ષકોને બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિનો અનુરોધ કર્યો છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત અને મોરબી અને મોરબીની પીએમશ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં આવેલી સરકારી તથા પ્રાઇવેટ શાળાના આચાર્યઓ તથા જેમના બાળકો ધોરણ ૮ અને ૧૦ માં ભણતા હોય તેવા વાલીઓ માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં તા ૧/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે રૂમ ન. ૧૧૦, જિલ્લા પંચાયત કચેરી, સો -ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં જે જરૂરિયાતમંદ બાળકો નવોદય વિદ્યાલયમાં આવતા વર્ષે (૨૦૨૬-૨૭) ઇંગ્લિશ મિડિયમમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ સાયન્સ અને કોમર્સમાં ભણવા માંગતા હોય તેવા બાળકોને વિનામૂલ્યે અને સારી ગુણવત્તાનું શિક્ષણ મળી શકે માટે જિલ્લાની તમામ શાળાના આચાર્ય અથવા તેના પ્રતિનિધિ ઇચ્છુક બાળકોના વાલીઓ તથા ખાસ કરીને બહારથી અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા જરૂરિયાતમંદ શ્રમિકો અને કામદારોના બાળકોના વાલીઓને આ માર્ગદર્શન બેઠકમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.