વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર
SHARE









વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર
વાંકાનેરના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં જુદાજુદા વિસ્તારમાં રોડ માટે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને સરકારે 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામને મંજૂર કરેલ છે.
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારના માર્ગ અને મકાન વિભાગમાં રોડના કામ માટેની રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને કોઠીથી શોભલા મંદિરનો 1 કિમિ રોડ 150 લાખ, લુણસરથી ગાંગીયાવદરનો 5 કિમિ રોડ 500 લાખ, અમરગઢ એપ્રોચ રોડથી જોઈનીંગ રાજકોટ અમરગઢ રોડ ભીંચરી 1.30 કિમીનો રોડ 80 લાખ અને રતનપરથી વિજયનગરમો 3 કિમીનો રોડ 280 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે આમ કુલ 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર કરવામાં આવ્યા છે. જેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે
