મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે


SHARE













મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે

મોરબીમાં નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ છ આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે મહિલા સહિત 6 વ્યક્તિની સામે નામ જોગ ફરિયાદ લખાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને છરી, ધારિયા અને ધોકા વડે મારમાર્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી વિજયભાઈ ગુણાભાઈ પરમાર (25), શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર (28), ભગાભાઈ ગુણાભાઈ પરમાર (21), ભાવુબેન ભગાભાઈ પરમાર (20), મંજુબેન વિજયભાઈ પરમાર (24) અને સની હસમુખભાઈ ઝિંઝુવાડીયા (20) રહે. તમામ પરશુરામ ધામ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જેને કોર્ટમાં રજૂ કરીને આ તમામ આરોપીઓને જેલ હવાલે કરેલ છે.




Latest News