ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં પટેલ ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં પંડાલ દેશભક્તિના રંગે રંગાયો


SHARE













મોરબીમાં પટેલ ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં પંડાલ દેશભક્તિના રંગે રંગાયો

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગણેશ ઉત્સવની સાથે દેશભક્તિ અને ઓપરેશન સિંદૂરની થીમ સાથે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા અન્વયે મોરબી જિલ્લામાં ૧૦ ગણેશ મહોત્સવના આયોજકોએ ભાગ લીધો છે અને ઓપરેશન સિંદૂર એની સાથે દેશભક્તિ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ સહિત વિવિધ થીમ સાથે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં પટેલ ગૃપ દ્વારા રામેશ્વર ફાર્મ, રવાપર ઘુનડા રોડ ખાતે આયોજિત ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર દેશભક્તિ અને સ્વદેશી થીમ સાથે આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે ગણપતિ મહોત્સવનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ આયોજનમાં ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ, ભારત દેશની આઝાદીના લડવૈયા અને દેશના અનેક વીર જવાનોની છબીઓ,  અગ્નિ અને બ્રમ્હોસ જેવી મિસાઈલો અને રોકેટ તથા સ્વદેશીની થીમ કેન્દ્રમાં રાખી ગણેશ પંડાલ ઊભું કરવામાં આવ્યું છે. મોરબી શહેર અને જિલ્લામાં આવા આયોજનો થકી ગણેશ મહોત્સવમાં દેશભક્તિની લોકોને રાષ્ટ્રભક્તિ અને ખાસ કરીને ઓપરેશન સિંદુર વખતે દેશના વીર જવાનોએ દાખવેલ શોર્યના દર્શન કરાવવા માટે વિવિધ પોસ્ટર, બેનર્સ અને મોડલ્સ ઉભા કરવામાં આવ્યા છે. લોકો આ વિશિષ્ટ થીમથી આકર્ષિત થઈ બહોળી સંખ્યામાં આ આયોજનો નિહાળી રહ્યા છે.






Latest News