મોરબીના ચામુડાનગરમાં વીજ ધાંધિયાનું કાયમી નિવારણ લાવવા લોકોની માંગ
SHARE







મોરબી શહેરમાં સોઓરડીની પાસે આવેલી ચામુડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે જેના કારણે લોકોના ઘરની અંદર ઇલેક્ટ્રીક ઉપકરણોમાં નુકસાની થાય છે જેથી કરીને તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે માટે સ્થાનિક લોકો દ્વારા વીજ કંપનીના અધિકારીને લેખિત રજૂઆત કરીને વીજ ધાંધિયા દૂર કરવા માટે થઈને માંગ કરવામાં આવી છે.
મોરબીના ચામુડાનગર વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે જેથી અવારનવાર લાઈટ જતી રહે છે અને લો વોલ્ટેજના કારણે ઘણી વખત લોકોના ઘરની અંદર મૂકવામાં આવેલ ટીવી ફ્રીજ એસી મોટર, પંખા, એસી, ટ્યુબ લાઇટ વગેરે જેવા વીજ ઉપકરણોમાં નુકસાની થાય છે અથવા તો તે બળી જાય છે જેથી લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે આટલું નહીં પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે તેની સાથે કોઈ ઘરની અંદર જો બીમાર વ્યક્તિ હોય તો તેઓને પણ વીજ પુરવઠો ખોરવાઈ એટલે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને તેઓને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે તેમાં ટેકનિકલ જે કોઈ ખામી હોય તે દૂર કરીને વીજ પુરવઠો નિરંતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
