હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરવડ ખાતે રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લામાં સરવડ ખાતે રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા શ્રી કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, સરવડ ખાતે જાતીય અને પ્રજનન આરોગ્ય તથા રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કિશોર તથા કિશોરીઓને જાતીય તથા પ્રજનન આરોગ્ય સંબંધિત મૂળભૂત માહિતી, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, માનસિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓને માસિક સ્ત્રાવ અંગેની સમજણ આપી કિશોરાવસ્થા દરમિયાન આવતા શારીરિક, માનસિક તથા સામાજિક પરિવર્તનો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરોને વિવિધ આરોગ્ય સેવાઓ, સલાહ સેવા તથા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને માસિક ધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા, નશા મુક્તિ તથા લિંગ સમાનતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તથા કાર્યક્રમના અંતમાં વિધાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News