મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE



































મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા

સંત સિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227 મી જન્મ જયંતિની ઠેરઠેર ઉજવણી કરવાના આવી રહી છે અને દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ દ્વારા કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાની 227 મી જન્મજયંતિ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ સહિત પંચવિધ કાર્યક્રમ યોજીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
 
સોમવારે સવારે 6 કલાકે પ્રભાતધૂન, 10 કલાકે અન્નકુટ દર્શન, બપોરે 11:30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12:00 કલાકે મહાઆરતી,12:40 કલાકે મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નિર્મલભાઇ જારીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ નૈમિશભાઈ પંડિત, મોરબી મહાનગરપાલિકાની માર્કેટ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ઘેલાણી, મોરબી મહાપાલિકાના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ, તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન, ચૌદમા વર્ષે એસ.ટી. વિભાગના મહિલા કંડકટર, ગત્ વર્ષે મહિલા નર્સિંગ સ્ટાફના વરદ્ હસ્તે કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. જો કે, આ વર્ષે જળ એ જ જીવન એટલે કે લોકોને ઘર સુધી પાણી પહોંચે તે માટે મહાનગરપાલિકામાં પાણીના વાલ્વ ખોલવા માટેની કામગીરી કરતા કર્મચારીઓને આમંત્રિત કરીને તેઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ગિરીશભાઈ ઘેલાણી, હરેશભાઈ રાજા, હસમુખભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી


















Latest News