નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન
SHARE







નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિતે, GSYB ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત, તા.17 સપ્ટેમ્બર, 2025 થી તા.16 ઓકટોબર 2025 સુધી પૂરા ગુજરાતને મેદસ્વિતા મુક્ત કરવા માટે ગુજરાતભરમાં કુલ 75 સ્થળોએ 30 દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને યોગ્ય આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવી તે માટેના યોગાસનો, પ્રાણાયામ, ડાયટ પ્લાન વગેરેની જાણકારી આપી, વધુમાં વધુ લોકોને મેદસ્વિતા મુક્ત કરવાનો છે. મોરબી જિલ્લામાં મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પમ્પ વાળી શેરીમાં, શનિદેવના મંદિર પાસે, શનાળા રોડ, ખાતે આ વિશેષ કેમ્પનું યોજાનાર છે. આ કેમ્પનો સમયગાળો 30 દિવસ અને સમય સવારે 6:30 થી 8:00 રહેશે. રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે, જે કેમ્પ શરૂ થાય તે પહેલાં આપવાની રહેશે. અને રજીસ્ટ્રેશન https://forms.gle/JpEzUTWATiWsMP6y6 લિંક દ્વારા કરી શકાશે તેવી માહિતી ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણીએ આપેલ છે અને વધુ માહિતી માટે મોરબી જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રીબેન પરમાર (9033643781)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.
