મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE







મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની બહારના ભાગમાં વોકળા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં અજાણ્યો યુવાન મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં સ્પેલ કારખાના તરફ જવાના રસ્તા ઉપર વાડી વિસ્તારમાંથી રવિવારે બપોરે 12:00 વાગ્યાના અરસામાં કાચા રસ્તા પાસે ટ્રેસા કારખાનાની દીવાલની બહારના ભાગમાં વોકળા પાસેથી કોઈ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં 45થી 50 વર્ષનો યુવાન મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં તેની બોડી રાખવામાં આવેલ છે અને મૃતક યુવાન તથા તેના પરિવારજનોની પણ ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે. અને આ અંગે વધુમાં કોઈ વ્યક્તિ પાસે માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6359626066 તથા તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણિયાના મોબાઈલ નંબર 9904713247 ઉપર સંપર્ક કરવા માટે થઈને પોલીસે જણાવ્યું છે






Latest News