મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા


SHARE













મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી મહિલા ઉપર તેના પતિએ ચારિત્ર બાબતે શંકા કૂશંકા કરીને હથિયાર વડે માથામાં અને મોઢાના ભાગે મારમારીને તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હોય આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે મેગાસિટી સીરામીક કારખાનાના કવાર્ટરમાં રહેતા પહેલવાન ટનટયાભાઇ બારેલા (41)એ તેના બનેવી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયાભાઈ બારેલા રહે. મૂળ સખતપુર મધ્યપ્રદેશ હાલ રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના જુના રોડ ઉપર આવેલ આઈકોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ફરિયાદીના ફઈબાના દીકરી બિંદિયાબેન કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા ઉપર તેના પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાએ ચારિત્ર બાબતે ખોટી શંકા કુશંકા કરીને કોઈ હથિયાર વડે તેને મોઢા અને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી કાનાભાઈ બારેલા સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક મહિલાના પિતરાઇ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News