મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
SHARE







મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમા પાસે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા એક શખ્સ મળી આવેલ હતો જેથી પોલીસે તેની પાસેથી 2,000 ની રોકડ તથા મોબાઇલ ફોન મળીને 7,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ શખ્સ દ્વારા જેની સાથે રનફેરનો જુગાર રમવામાં આવતો હતો તેનું નામ પણ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમા પાસે જાહેરમાં બેટફ્લેસ247 એપ્લિકેશન માં જીટીપીએલ67 નામના આઈડીમાંથી ઇન્ડિયા વુમન અને ઓસ્ટ્રેલિયા વુમન વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ ઉપર હારજીતનો ક્રિકેટ સટ્ટો રમતા કલ્પેશભાઈ કનૈયાલાલ ચાવડા (42) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2,000 રોકડા તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 7,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જલાભાઈ રહે. રવાપર મોરબી વાળા સાથે તે રનફેરનો સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બંને સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
એક બોટલ દારૂ-8 બિયરના ટીન
મોરબીમાં સ્ટેશન રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં રહેતા રાકેશભાઈ પાદરેસાના મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ તથા બિયરના 8 ટીન મળી આવતા પોલીસે 1175 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાકેશભાઈ દામજીભાઈ પાદરેસા રહે. સ્ટેશન રોડ કુંભાર શેરી મોરબી વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બિયારનું એક ટીન
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસેથી બાઈક નંબર જીજે 36 એડી 3778 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરનું એક ટીન મળી આવતા 240 રૂપિયાની કિંમતનો બીયર તથા 40,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 40,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ઘનશ્યામભાઈ ઉર્ફે ધનાભાઈ અણીયારીયા (21) રહે. લાકડધાર તાલુકો વાંકાનેર વાળાને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
