મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ  કોલેજના NSS સ્વયં સેવકો-કોલેજના વિધાર્થીએ નિક્ષય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું


SHARE































મોરબી નવયુગ  કોલેજના NSS સ્વયં સેવકો-કોલેજના વિધાર્થીએ નિક્ષય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું

ટીબી મુકત ભારત અભિયાન' અંતર્ગત "નિક્ષય મિત્ર પહેલ"અંતર્ગત નવયુગ  કોલેજના NSS સ્વયં સેવક અને કોલેજ ના વિધાર્થીએ નિક્ષય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું હતુ. ભારત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન "નિક્ષય મિત્ર પહેલ" અંતર્ગત નવયુગ  કોલેજના NSS સ્વયં સેવક અને કોલેજ ના વિધાર્થીએ ટીબીના દર્દીઓને સાઈકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હતું.

ટીબી મુકત ભારત અભિયાન' અંતર્ગત "નિક્ષય મિત્ર પહેલ" દ્વારા ટીબી દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) NSS સ્વંયસેવકની સક્રિય ભાગીદારી જરૂરી છે. જેથી તેઓ પોતાના વિસ્તારના ટીબી દર્દીઓના "નિક્ષય મિત્ર” બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે છે. જે માટે નવયુગ કોલેજ મોરબી અને જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ટીબી રોગની સમજ, નિદાન, સારવાર, સરકાર દ્વારા મળતી સહાય તેમજ રોગ અંગેની ગંભીરતાની માહિતી આપવામાં આવી અને ટીબીના દર્દીઓને સાયકૉસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તેની સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તમામ (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકોને પોતાના વિસ્તારમાંના ટીબી દર્દીઓને સહયોગ આપવા માટે "નિક્ષય પોર્ટલ" પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરાયા તથા તેમના દ્વારા આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપવા સંકલ્પિત કરવામાં આવ્યા હતા.નિક્ષય મિત્ર પહેલ તથા ટીબી મુકત ભારત અભિયાનની સફળતા માટે NSS સ્વયંસેવકોને સહકાર આપવા માટે મોરબી  જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો. ઓર્ડિનેટર પિયુષભાઈ જોષીએ આ કાર્યક્રમમાં એન.એસ.એસ યુથને નિક્ષય મિત્ર તરીકે જોડાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, ટંકારા તાલુકાના ટી.બી સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી, અને NSS  કો.ઓર્ડિનેટર પ્રો.નિલેશ મીરાણીએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થા પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.












Latest News