મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહના ભાગરૂપે યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો


SHARE































મોરબીમાં વિકાસ સપ્તાહના ભાગરૂપે યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મોરબીમાં શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ’ –૨૦૨૫ યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત વિકાસ થીમ પર નિબંધ, ક્વિઝ,તથા વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા વિકાસ સપ્તાહના હેતુ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી દ્વારા દીકરીઓને શિક્ષણક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે તથા આર્થિક રીતે પગભર બનવા માટેનો સંદેશો પાઠવ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીનીઓને પુરસ્કાર વડે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વધુમાં સરકાર દ્વારા છેલ્લા ૨૪ વર્ષમાં થયેલા વિકાસકાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા મહિલાઓ અને કિશોરીઓ માટે કાર્યરત યોજનાની વિગતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી, આચાર્ય, પ્રધ્યાપક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Latest News